તારીખ: ૨૪ એપ્રિલ ૨૦૨૫ - ગુરુવાર
સમય: સાંજે ૪:૦૦ વાગ્યે
સ્થળ: પ્રભાત ચોક, ઘાટલોડિયા, અમદાવાદ
Nationalist Congress Party (NCP) Gujaratના માર્ગદર્શન હેઠળ ઘાટલોડિયાવાડ સમિતિ દ્વારા શ્રીનગર અને મલદાહાબાદ (બંગાળ) માં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને આતંકવાદના વધતા ખતરાના વિરોધમાં એક શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના તમામ હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને વિરોધ નોંધાવ્યો અને ન્યાયની માંગ કરી.
બંગાળ અને શ્રીનગરમાં હિન્દુ સમુદાય પર થયેલા અત્યાચારનો ઉગ્ર વિરોધ.
આતંકવાદ વિરોધી સશક્ત સંદેશ આપવામાં આવ્યો.
હિન્દુઓના અધિકારો માટે મજબૂત અવાજ ઉઠાવાયો.
સમાજમાં શાંતિ અને એકતાને બળ આપવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું આયોજન.
“જ્યારે ધર્મ અને ન્યાય પર આંચ આવે, ત્યારે મૌન રહેવું પાપ ગણાય છે.”
“જય રાષ્ટ્રવાદ! જય હિંદ!”
પ્રભાત ચોક, ઘાટલોડિયા ખાતે ઉજવાયેલો આ કાર્યક્રમ આપણાં હિન્દુ ભાઈઓ માટે સન્માન અને સહાનુભૂતિ દર્શાવવાનો પ્રબળ પ્રયાસ હતો.
NCP Gujarat હંમેશાં ન્યાય અને શાંતિ માટે લડી રહી છે અને આવનારા દિવસોમાં પણ સમાજની સાથે મજબૂતીથી ઊભી રહેશે.